Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

અમેરિકાના પેન્સિલ્વેનિયામાં એક મહિલાને મળ્યું ૧૮,૨૧૦ અબજ રૂપિયાનું વીજળીનું બિલ

ન્યુયોર્ક, તા. ૨૬ :. ભારતમાં અવારનવાર માંડ એક પંખો ધરાવતા પરિવારને લાખો રૂપિયાનું ઈલેકિટ્રસિટીનું બિલ મળવાના કિસ્સા બને છે. જો કે આ બાબતમાં અમેરિકનો પણ કંઈ પાછળ નથી. તાજેતરમાં અમેરિકાના પેન્સિલ્વેનિયામાં રહેતી મેરી હોરોમન્સ્કી નામની મહિલા દર મહિનાની જેમ નવેમ્બર મહિનાનું તેનુ વીજળીનું બિલ કેટલુ છે ? એ ઓનલાઈન ચેક કરી રહી હતી ત્યારે સ્કીન પર જે આંકડો દેખાયો એ જોઈને તેની આંખો ફાટી ગઈ. કયાંય સુધી તેને સમજાયું નહીં કે આ તેનું જ ઈલેકિટ્રસિટીનું બીલ છે. નવેમ્બર મહિનાનું તેનું બિલ હતું. ૨,૮૪,૪૬,૦૦,૦૦,૦૦૦ અમેરિકન ડોલર એટલે કે ૨૮૪ અબજ ડોલરથીયે વધુનું બિલ હતું. એને રૂપિયામા કન્વર્ટ કરીએ તો ૧૮,૨૧૦ અબજ રૂપિયા થાય. આ દ્રશ્ય જોઈને સૌથી પહેલા તો તેણે સ્ક્રીન-શોટ લઈને ફેસબુક પર પોસ્ટ કર્યો. સાથે લખ્યું હતુ, 'જો મારી ભૂલ ન થતી હોય તો કદાચ આ આપણા દેશના દેવા કરતાંય વધુ છે. મારૂ ઘરબાર વેચી નાખુ તો પણ આવતા ૧૦૦ વર્ષમાં પણ આ બિલ ભરપાઈ થઈ શકે એમ નથી.'

આપણી વાત કરીએ તો ભારતની રિચેસ્ટ વ્યકિતની કુલ સંપત્તિ કરતાય વધુનું આ બિલ હતું. મેરીએ એક ઈમેઈલ ઈલેકિટ્રસિટી પુરી પાડતી પેનેલેક કંપનીને લખ્યો અને બીજી તરફ સ્થાનિક ન્યુઝ-ચેનલનો સંપર્ક કરીને પોતાના શોકિંગ બિલની વાત કરી. વાત મીડિયામાં ફેલાણી એટલે પેનેલેકના સ્પોકસપર્સન માર્ક ડબ્લિને ચોખવટ કરી કે બિલમાં ડેસિમલ પોઈન્ટ ખોટી જગ્યાએ મુકાયો છે. બોલો, દશાંશનો પોઈન્ટ આડોઅવળો મુકાઈ જાય તો શું નું શું થઈ જાય ?

(5:57 pm IST)