Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

દીકરીઓને ખોટાં લાડ લડાવશો તો જાડી થઇ જશે

સીડની તા. ર૬: જો સંતાનો સ્વાસ્થ્ય બાબતે જાગ્રત રહે એવું ઇચ્છતા હો તો તેમને ખોટાં લાડ ન લડાવવાં જોઇએ. એમાંય દીકરીને તો ખાસ. આ કોઇ પૂર્વગ્રહિત સલાહ નથી. કમોઇપણ પધ્રિવારમાં દીકરા-દીકરી બન્નેને સરખાં જ લાડ લડાવવાં જોઇએ. લાડકોડમાં ઉછરેલી છોકરી ટીનેજ સુધીમાં મેદસ્વી થઇ જાય એવી સંભાવના વધુ છે. ઓસ્ટ્રેલિયાના અભ્યાસકર્તાઓએ ર૦૦૦ થી ર૦૦૮ ની સાલમાં જન્મેલાં ૧૬,૦૦૦ બાળકોના હાઇટ અને વેઇટનો અભ્યાસ કરીને તારવ્યું છે કે જે છોકરીઓને વધુ પેમ્પર કરવામાં આવે છે તેઓ મેદસ્વી થઇ જાય છે.

આ અભ્યાસમાં એક વાત એ પણ નોંધવામાં આવી હતી કે છોકરીઓ ગ્રાઉન્ડમાં રમવાની રમત ઓછી રમે છે. જયારે છોકરાઓ ગ્રાઉન્ડમાં રમત ઓછી રમે છે, જયારે છોકરાઓ વધુ. લાડકોડ પામતી છોકરીઓ ઘરમાં પણ કામ નથી કરતી અને ગ્રાઉન્ડમાં રમતગમતને કારણે મળતી એકસરસાઇઝથી પણ વંચિત રહે છે. ફિઝિકલ એકિટવિટી ઘટી જવાને કારણે તેમની જીવનશૈલી વધુ બેઠાડુ થઇ જાય છે. તમે દીકરા-દીકરીને આળપંપાળ કરો કે ન કરો, તેઓ રમતગમતના ગ્રાઉન્ડમાં પૂરતી એનર્જી ખર્ચતાં હોય એ જોવું અત્યંત આવશ્યક છે.

(3:46 pm IST)