Gujarati News

Gujarati News

News of Wednesday, 26th October 2022

ઓએમજી......50 વર્ષમાં પ્રથમવાર સ્નાન કરવાથી આ શખ્સનું થયું મૃત્યુ

નવી દિલ્હી: વિશ્વના સૌથી 'ગંદા માણસ'નો બિનસત્તાવાર રેકોર્ડ ધરાવતા અમો હાજીનું 94 વર્ષની વયે અવસાન થયું છે. હંમેશા એકલા રહેતા હાજી ઈરાનના ફાર્સ પ્રદેશના હતા. તે લગભગ 50 વર્ષથી તેમણે સ્નાન કર્યુ ન હતું. તેમણે થોડા મહિના પહેલા જ સાબુ અને પાણીનો ઉપયોગ કરીને સ્નાન કર્યું હતું, એ પછી રવિવારે તેમનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, હાજી સ્નાન કરતા ડરતા હતા. તેઓ માનતા હતા કે તેઓ સ્નાન કરવાથી બીમાર થઈ શકે છે. આસપાસના લોકો વારંવાર તેમને સ્વચ્છ રહેવાનું કહેતા હતા, જેના કારણે તેઓ દુ:ખી થઈ જતાં હતાં. 2014માં તેહરાન ટાઈમ્સ સાથેની વાતચીત દરમિયાન હાજીએ જણાવ્યું હતું કે તે એક ખાડામાં ઈંટોની બનેલી ઝૂંપડીમાં રહેતા હતા. મળતી માહિતી મુજબ, હાજી સ્નાન કરતા ડરતા હતા. તેઓ માનતા હતા કે તેઓ સ્નાન કરવાથી બીમાર થઈ શકે છે. આસપાસના લોકો વારંવાર તેમને સ્વચ્છ રહેવાનું કહેતા હતા, જેના કારણે તેઓ દુ:ખી થઈ જતાં હતાં. 2014માં તેહરાન ટાઈમ્સ સાથેની વાતચીત દરમિયાન હાજીએ જણાવ્યું હતું કે તે એક ખાડામાં ઈંટોની બનેલી ઝૂંપડીમાં રહેતા હતા.

 

(6:03 pm IST)