Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

27 જુલાઈએ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ:ચંદ્રનો રંગ હશે લાલ

જુલાઈ મહિનાની 27 તારીખે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ દેખાવાનું છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ 27 જુલાઈના રોજ રાત્રે 11 કલાકે 53 મિનિટે શરૂ થઈને 3 કલાક 49 મિનિટે ખતમ થશે. ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 55 મિનિટનો હશે. તે એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, રશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકાના કેટલાક વિસ્તારોમાં દેખાશે. ચંદ્રગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે.

(8:59 pm IST)