Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

તમે પણ પગની દુર્ગંધથી હેરાન છો?

ઉનાળામાં પરસેવાના કારણે શરીર અને પગમાંથી દુર્ગંધ આવે છે. ગરમી અને નમીના કારણે જીવાણુ પેદા થાય છે, જે પગમાં દુર્ગંધનું કારણ બને છે. આ ઉપરાંત હોર્મોન્સ સંબંધી મુશ્કેલીઓ, તનાવ અને દવાઓનો વધારે ઉપયોગથી પણ પગમાં દુર્ગંધ આવવાની સમસ્યા થઈ શકે છે. તો જાણી લો પગની દુર્ગંધથી છુટકારો મેળવવા શું કરવુ જોઈએ.

. પરસેવાની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે પગને વ્યવસ્થિત ધોઈને સાફ કરી લો. ત્યારબાદ ટેલકમ પાવડર લગાવો.

. બૂટ અને મોજાને સમયસર ધોઈ લો. કપડાના બૂટને ૨-૪ દિવસ બાદ ધોઈ લો.

. ૨-૪ દિવસ બાદ ચામડાના બૂટને થોડીવાર તડકામાં રાખો.

 

(11:32 am IST)