Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

થાઈલેન્ડની એક ગરીબ મહિલાનું નસીબ ચમકતા રાતોરાત બની ગઈ કરોડપતિ:સી ફૂડના પેકીંગમાં નીકળ્યું 2 કરોડ રૂપિયાનું મોતી.....

નવી દિલ્હી: ભાગ્ય અને કિસ્મતનો ખેલ નિરાળો હોય છે જે લોકો ભાગ્યમાં માનતા નથી એમને પણ માનવું પડે તેવો એક કિસ્સો બન્યો છે. થાઇલેન્ડની એક ગરીબ મહિલાને ૧૬૩ રુપિયાની ભોજનની એક ડીસમાંથી ૨ કરોડ રુપિયાનું ઓરેંજ મેલો મોતી મળ્યું છે. આ મોતી મળવાની સાથે જ તેનું કિસ્મત બદલાઇ ગયું છે.કોડચાકોર્ન નામની મહિલાએ ૧૬૩ રુપિયાની કિંમતનું પેકિંગ સી ફૂડ ખરીદયું હતું. ઘર જઇને કાપ્યું ત્યારે તેને પથ્થર જેવી વસ્તુ લાગી હતી. તેને ધ્યાનથી જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે સી સ્નેઇલની અંદરથી જે વસ્તુ નિકળી તે પથ્થર નહી પરંતુ ઓરેંજ મેલો મોતી છે.

                આ મહિલા ભલે ગરીબ હતી પરંતુ સી ફૂડ અને મરીન કલ્ચર વિશે જાણતી હતી. ઓરેંજ મેલો અંગેની વાત તેને કોઇને પણ જણાવી નહી. આ કિંમતી પર્લ વિશે જાણ થશે તો રેસ્ટોરન્ટવાળા પાછું માગશે એવો સૌથી વિશેષ હતો.આ ઘટના ૩૦ જાન્યુઆરી આસપાસની છે. હવે તેની માતાને કેન્સરની બીમારી હોવાનું બહાર આવ્યું છે અને પિતા પણ બિમાર રહે છે ત્યારે સારવાર માટે મોતી વેચવાનો નિર્ણય કર્યો. તેને એનકેન રીતે એ જાણી લીધું કે આ એક કિંમતી અને અતિ દુલર્ભ મોતી છે જેને પણ મળે છે અને વેચે છે તે ન્યાલ થઇ જાય છે.

(6:06 pm IST)