Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

હવે ફક્ત માસ્ક માટેનું માસ્ક બજારમાં આવતા લોકોને રાહત

નવી દિલ્હી: લોકો કોરોના વાયરસથી ખુબ હેરાન છે ત્યારે માસ્ક પણ મોટી સમસ્યા બની ગયું હતું. શરૂઆતમાં માસ્કને કારણે લોકોને ઘણી સમસ્યાઓ થતી હતી. કાનમાં દુખાવો, નાકના ડાઘ જેવા મુશ્કેલીઓ આવતી હતી. ખાવા પીવા માટે માસ્ક કાઢવું પડતું હોય છે. પરંતુ હવે મેક્સિકોના સંશોધનકારોએ એવું માસ્ક બનાવ્યું છે કે ખાવા પીવામાં કોઈ તકલીફ નહીં પડે. આ સાથે કહેવામાં આવી રહ્યું છે કે આ માસ્ક કોરોનાથી સંપૂર્ણપણે સુરક્ષિત રાખશે. આ માસ્કનું નામ છે નોઝ ઓન્લી માસ્ક (Nose Only Mask) અથવા ઇટીંગ માસ્ક (Eating Mask) રાખવામાં આવ્યું છે. ચાલો આ માસ્ક વિશે જાણીએ.

                 મેક્સિકોમાં સંશોધનકારોએ સામાન્ય માસ્ક કરતાં વધુ સારું અને વધુ સુવિધાજનક માસ્ક બનાવ્યાં છે. આ તમારા નાકને સંપૂર્ણ રીતે ઢાંકી રાખે છે. તેમજ માસ્ક કોરોના વાયરસથી રક્ષણ પણ કરશે. જો કે મોં ખુલ્લું રહેશે. જેથી તમે તેને આરામથી ખાઈ પી શકશો. પરંતુ જો તમે હજી પણ ભયભીત છો તો તમે તેના પર બીજું સામાન્ય માસ્ક લગાવી શકો છો.

(6:05 pm IST)