Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

ના હોય! વ્યકિતના પ્રાઇવેટ પાર્ટમાંથી નીકળ્યો ૫૯ ફીટ લાંબો કીડો

નવી દિલ્હી,તા.૨૬: દુનિયામાં અજીબ કિસ્સાઓ બનતા રહે છે જે જાણીને તમે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. થાઇલેન્ડમાં એક વ્યકિતના પ્રાઇવેટ પાર્ટમાંથી ૫૯ ફીટ લાંબો કીડો ડોકટર્સે કાઢ્યો હતો.

થાઇલેન્ડના નોંગખાઇ પ્રાંતમાંથી એક હેરાન કરી દેનારો કિસ્સો સામે આવ્યો છે. જયાં ડોકટરે ૬૭ વર્ષના એક વ્યકિતના પેટમાંથી ૫૯ ફીટ લાંબો કીડો બહાર કાઢ્યો છે. આ કીડાને કાઢવામાં ડોકટર્સને લાંબો સમય લાગી ગયો હતો.ઙ્ગ

પેરાસિટિક ડિઝીઝ રિસર્સ સેન્ટરના ડોકટર્સે જણાવ્યું કે આ કીડો શખ્સના પ્રાઇવેટ પાર્ટમાં મળી આવ્યો હતો. આ વ્યકિતને પેટમાં દુઃખાવાની અને પેટ ફૂલવાની સમસ્યા હતી. જેના કારણે તે ડોકટર પાસે ગયો અને તપાસ કરતા ખબર પડી કે તેના પ્રાઇવેટ પાર્ટમાં ૧૮ મીટર લાંબો કીડો છે. ડોકટરે તાત્કાલિક તેને ઓપરેશન કરાવી લેવાની સલાહ આપી હતી.ઙ્ગ

આ કીડાને કાઢવા માટે પહેલા દર્દીને દવા આપવામાં આવી અને બાદમાં તેનુ ઓપરેશન કરવામાં આવ્યું. વિચિત્ર પ્રકારના આ કિસ્સામાં ડોકટરને ઘણા કલાકો લાગ્યા હતા. બાદમાં ડોકટર્સે જણાવ્યું કે આ કીડાને કાઢતા અમને ખુબ લાંબો સમય લાગ્યો હતો કારણકે તે ખુબ લાંબો હતો. હાલ તો દર્દીની હાલત સારી છે અને તેને સારા ખાનપાનની પણ સલાહ આપવામાં આવી છે.

જો માનીએ તો આ કીડો કાચુ માંસ ખાવાને કારણે તે વ્યકિતના શરીરમાં પહોંચ્યો છે. આ કીડાઓનુ જીવન ખુબ લાંબુ હોય છે. આવા કીડા ૩૦ વર્ષ સુધી જીવી શકે છે અને ૩૦થી વધારે વર્ષ મનુષ્યના શરીરમાં જીવી શકે છે.

 

(3:00 pm IST)