Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

જાણો, ચહેરા પરના ડાઘને દૂર કરવાના ઉપાયો

ટોનિંગ અને પિગમેટેંશન વડે તમે તમારા ચહેરાના ડાઘ અને કરચલીઓને ઝડપથી દુર કરી શકો છો. જો તમે પણ તમારા ચહેરાને ડાઘ રાહત અને સુંદર બનાવવા માંગતા હોય તો તમારા માટે આ ટીપ્સ એકદમ કારગર સાબિત થઈ શકે છે.

ચહેરા પરના ડાઘ અને ખીલને ઓછા કરવા માટે જે સ્કીન પીલનો ઉપયોગ થાય છે તેને ગ્લાયકોલિક પીલીંગ કહે છે. આ રીતના પીલનો મુખ્ય ઉદેશ્ય કરચલીઓ અને ડાઘ-ધબ્બા ઓછા કરવાનો છે. સાથે-સાથે આનાથી ખીલ પણ ઓછા થઈ જાય છે અને ખીલ સુકાઈ જવા પર જે ડાઘ પડે છે તેને પણ સારા કરવા માટે કારગર સાબિત થાય છે. આ પીલ વડે ત્વચાની ટેનિંગ ઓછી થાય છે તેમજ ત્વચામાં ગોરાપણું અને ચમક આવી જાય છે.

જો તમે આ ગ્લાયકોલિક પીલીંગ પાર્લરમાં કરાવવા જઈ રહ્યાં હોવ તો ધ્યાન રાખો કે આને પાર્લરમાં કરાવવા માટે લગભગ ૨૧ દિવસનો સમય લાગે છે તેમજ તમારે આની ૮-૧૦ સીટીંગ લેવી પડે છે. જેનું કારણ તે છે કે ૨૧ દિવસમાં નવી ત્વચા આવે છે.

પીલીંગ કરાવવાની સાથે સાથે તડકાથી સુરક્ષા પણ ખુબ જ જરૂરી છે તેમજ સાથે સાથે સનસ્ક્રીન અને સનબ્લોક પણ લગાવવું ખુબ જ જરૂરી હોય છે.

(9:33 am IST)