Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

અનલિમિટેડ ઇન્ટરનેટ સર્ફિંગવાળુ સિમ-કાર્ડ આજે લોન્ચ થશે

લંડન તા. ર૬ :.. આજથી બાર્સેલોનામાં મોબાઇલ વર્લ્ડ કોન્ગ્રેસનો આરંભ થવાનો છે ત્યારે એમાં દુનિયાભરની ટેકનોલોજી અને મોબાઇલ કંપનીઓ એમના લેટેસ્ટ આવિષ્કાર રજૂ કરવાની છે. સિમ પ્રોવાઇડર ચેટ સિમ આજે એવું સિમ લોન્ચ કરશે જેમાં અનલિમીટેડ ઇન્ટરનેટ સર્ફિંગ, ચેટીંગ અને મેસેજિંગ કરી શકાશે. દુનિયાભરમાં આશરે ૧૬પ દેશોમાં રપ૦ સર્વિસ પ્રોવાઇડરો સાથે મળીને આ સર્વિસ લોન્ચ કરવામાં આવશે. જો કે આ માટે સીમના કેટલા રૂપિયા ચૂકવવા પડશે. એની જાહેરાત થઇ નથી. રોમીંગ ચાર્જ, વાઇ-ફાઇ કે ઇન્ટરનેટ કનેકશન વિના પણ કામ કરી શકશે. આ કોન્ગ્રેસ પહેલી માર્ચ સુધી ખુલ્લી રહેશે. એમાં મોબાઇલ કંપનીઓ પણ એમનાં પાંચ લેટેસ્ટ મોડલ રજૂ કરે એવી સંભાવના છે.

(3:58 pm IST)