Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

લોકોએ ફુંકીને ફેંકી દીધેલા સિગારેટના ૧૦ લાખ ઠૂંઠા આ બહેને એકઠાં કર્યા

ન્યુયોર્ક તા. ર૬ :.. કેલિફોર્નિયાના અુબુમ શહેરમાં રહેતાં સેલી ડાઉલી નામનાં બહેન એક મિશન પર છે. છેલ્લાં સાડા ત્રણ વર્ષથી તેઓ સ્મોકર્સ દ્વારા અહીંતહીં ફેંકી દેવાયેલાં ઠૂંઠા રસ્તા પરથી ઉઠાવીને એકઠાં કરવાનું કામ કરી રહ્યાં છે. તેમણે રોજ કેટલા ઠૂંઠા ઉપાડયાં એનો હિસાબ પણ તેઓ રાખે છે. ર૦૧૪ ના ઓકટોબર મહિનામાં તેમણે રસ્તા પર ફેંકી દેવાયેલાં ઠૂંઠાઓ ઊંચકીને કચરાપેટીમાં નાખવાનું કામ હાથ ધર્યુ હતું. જો કે થોડા જ વખતમાં તેને થયું કે તેરોજ કેટલાં ઠૂંઠાં ઉપાડે છે એની જાણ રહે એ જરૂરી છે અને એટલે તેણે એક બેરલમાં એનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું આ મહિને બહેને વન મિલ્યન એટલે કે દસ લાખમું ઠંૂ ઠું ઊંચકીને પોતાના ખજાનામાં ઉમેર્યુ હતું. સેલી જયાં પણ જાય ત્યાં પોતાની સાથે ગ્લઝ અને એક પેકેટ રાખે છે. ચાલવા જાય, ઓફીસ જાય, શોપીંગ કરવા જાય, રેસ્ટોરામાં જમવા જાય કે કોઇક પાર્ટીમાં જતી હોય ત્યારે પણ તેણે પોતાના આ મિશનને સતત ચાલતું રાખ્યું છે. પહેલાં તો તેઓ રસ્તા પરથી આવા ઠૂંઠા ઉપાડતાં ત્યારે લોકો તેમને થોડાંક ક્રેક સમજી લેતાં પણ થોડા જ દિવસમાં લોકોને સમજાઇ ગયું કે તેઓ કંઇક જાગૃતિનું કામ કરી રહ્યા છે. સેલીનું કહેવું છે કે કેટલાક દિવસો એવા પણ ગયા છે. જેમાં તેણે લગભગ ૩૦૦૦ ઠૂંઠા ઊંચકયાં હોય. હવે તો લોકો તેમને રસ્તામાં જુએ તો સિગારેટનું ઠૂંઠૂ તરત જ ડસ્ટબિનમાં નાખતા થઇ ગયા છે. જો કે સેલીનું કહેવું છે કે મને આટલાથી સંતોષ નથી, હું ઇચ્છું છૂં કે લોકો સિગારેટ પીવાનું જ બંધ કરી દે.

(3:47 pm IST)