Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ગજબની નોકરી

વ્હીસ્કી પીવો, ફરો અને જલસા કરો

લંડન તા. ૨૬ : તમે દુનિયાની અજબ-ગજબ નોકરીઓ વિશે તો સાંભળ્યું જ હશે. કોઈ વ્યકિતને કંપનીને પૈસાથી દુનિયા ફરવાની નોકરી મળે છે, તો કોઈને માત્ર સૂઈ રહેવાની નોકરી મળે છે. પરંતુ આ બધી નોકરીના ઓફરને પણ ટક્કર મારે તેવી જોબની જાહેરાત એક કંપનીએ કરી છે.

આ કંપનીએ આપેલી નોકરીની જાહેરાતમાં તમારે માત્ર બહુબધી વ્હિસ્કી પીવાની છે અને કંપનીના પૈસાથી દુનિયા ઘુમવાની છે. StagWeb.co.uk નામની વેબસાઈટ એવા યુવકો શોધી રહી છે જે વ્હિસ્કી ટેસ્ટ કરી શકે. આથી જો તમે આ નોકરી માટે સિલેકટ થઈ જાવ છો તો તમારે બસ વ્હિસ્કી ડ્રીંક કરવાની છે અને દુનિયા ફરવાની છે. જેના બદલામાં તમને પૈસા મળશે.

જો તમાને પણ ફરવાનો શોખ હોય અને વ્હિસ્કી પીવાનો ખાસ શોખ હોય અને આ જોબ માટે લાયક માનતા હોય તો https://www.stagweb.co.uk/ પર જઈને એપ્લાય કરી શકો છો.

(11:43 am IST)