Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ફ્રુટવાળી ચા ને લેમન વોટરથી બગડે છે દાંત

લંડન તા. ર૬ :.. લંડનની કિગ્સ કોલેજની રિસર્ચ ટીમે શોધી કાઢયું છે કે ફ્રુટ ટી અને ગરમ પાણીમાં લીંબુ નાખીને એવું પાણી પીવાથી દાંત બગડી શકે એમ છે. આવા પીણામાં રહેલાં સોલ્ટ અને વિનેગર દાંતના બાહ્મ પડ માટે જોખમી સાબિત થાય છે. બે ભોજન વચ્ચેના સમયમાં પણ અતિશય ખાવાના કારણે દાંતમાં સડો પેસી શકે એમ છે. ઘણા લોકોને ચા ધીમે-ધીમે પીવાની આદત હોય છે અને એ નુકસાનકારક છે. કેટલાક લોકો તો ઠંડા પીણા મોં માં રાખીને કોગળા કરતા હોય છે, જે પણ દાંત માટે જોખમી છે.

(11:43 am IST)