Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

સાઉથ ચીન સમુદ્રમાં થનાર ભારત-વિયેતનામની નૌકા સેનાની કવાયતથી ચીન આવ્યું ટેંશનમાં

નવી દિલ્હી: ભારત અને વિયેતનામની નૌકા સેના આવતી કાલથી બે દિવસની સહિયારી કવાયત સાઉથ ચીની સમુદ્રમાં કરવાના છે. સ્વાભાવિક રીતેજ આ ઘટનાથી ચીન અપસેટ થયું હતું કારણ કે આ વિસ્તારમાં ચીન પોતાની સૈન્ય સંખ્યા વધારી રહ્યું હતું. આ કવાયતનો હેતુ બંને દેશો વચ્ચે સામુદ્રિક સહકાર વધારવાનો છે એમ સરકારી પ્રવક્તાએ કહ્યું હતું. સેન્ટ્રલ વિયેતનામમાં આવેલા વિનાશક પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકોને રાહત આપવા ભારતીય નૌકાદળનું એક જહાજ આઇએનએસ કિલ્ટન વિયેતનામ ગયું છે. પાછાં ફરતાં આ જહાજ સહિયારી કવાયતમાં સહભાગી થશે.

          સાઉથ ચાઇના સીમાં ચીન પોતાનું સૈન્ય સંખ્યાબળ વધારી રહ્યું છે એવા સમયે આ સહિયારી કવાયત યોજાઇ રહી હતી એટલે સ્વાભાવિક રીતેજ આખી દુનિયામાં એક પ્રકારની ચિંતા પ્રવર્તી રહી હતી. સંરક્ષણ ખાતાએ જણાવ્યા મુજબ સેન્ટ્રલ વિયેતનામમાં આવેલા પૂરનો ભોગ બનેલા લોકોને રાહત આપવા આઇએનએસ કીલ્ટન ગુરૂવારે 15 ટન રાહત સામગ્રી લઇને હો ચી મીન્હના ના રંગ બંદરે પહોંચ્યું હતું. રાહત સામગ્રી આપ્યા બાદ 27 ડિસેંબરે આ જહાજ પાછું ફરતી વખતે સાઉથ ચાઇના સીમાં વિયેતનામી નૌકા દળ સાથે સહિયારી કવાયતમાં જોડાશે.

(5:21 pm IST)