Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

અફઘાનિસ્તાનની સરકારે ચીનને આપી ખુલ્લી ચેતવણી

નવી દિલ્હી: અફઘાનસ્તાનની સરકારે ચીનને ખુલ્લી ચેતવણી આપી હતી કે તમે માફી માગો નહીંતર તમારી સાથેના સંબંધો અંગે અમારે કડક નિર્ણય લેવો પડશેકાબુલની પોલીસે અફઘાનિસ્તાનની રાજધાનીમાં ચીની જાસૂસી નેટવર્ક પકડી પાડ્યું હતું. એના સંદર્ભમાં આ ચેતવણી હતી. વિશ્વસનીય સૂત્રોએ આપેલી માહિતી મુજબ અફઘાનિસ્તાનના નેશનલ ડીરેક્ટોરેટ ઑફ સિક્યોરિટીએ જાસૂસી નેટવર્ક પકડી પાડ્યું હતું. પકડાયેલા બધા ચીનની ગુપ્તચર એજન્સીના માણસો હતા. એમાંના બે તો આતંકવાદી સંસ્થા હક્કાની નેટવર્કના સંપર્કમાં હતા હક્કાની નેટવર્ક તાલિબાનોનું સૌથી ક્રૂર સાથી મનાય છે. કાબુલની પોલીસે કેટલાંક સ્થળે દરોડા પાડીને ચીની જાસૂસી નેટવર્ક પકડી પાડ્યું હતું. આ સંદર્ભમાં દસ વ્યક્તિની ધરપકડ પણ કરાઇ હતી. ચીને આ ઘટના પછી અફઘાનિસ્તાનના સરકારી અધિકારીઓ પર આ વાતને દબાવી દેવા અને વધુ હો હા નહીં કરવા દબાણ કર્યું હતું પરંતુ અફગાનિસ્તાનના સરકારી અધિકારીઓએ ચીનના દબાણ હેઠળ કશું કરવાની સાફ ના પાડી દીધી હતી.

(5:20 pm IST)