Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ફાઈઝરની વેક્સિનથી એલર્જીની સમસ્યા અપેક્ષા કરતા વધતા લોકોમાં ગભરાટ

નવી દિલ્હી: કોરોના વાયરસ સામેની લડતમાં વેક્સિનને અસરકારક હથિયાર તરીકે જોવામાં આવી રહ્યું છે, ત્યારે ફાઇઝરની વેક્સિન અંગે સામે આવેલા સમાચાર ચિંતામાં મૂકી શકે છે. ફાઇઝરની વેક્સિન લેનાર લોકોને એલર્જીની સમસ્યા નિર્ધારણા કરતાં વધુ જોવા મળી રહી છે. આ વાત અમેરિકામાં કોરોના વેક્સિન પહોંચાડવાના અભિયાનના ચીફ સાઈન્ટિફિક એડવાઈઝર ડોક્ટર મોન્સેફે કરી છે.

     ડોક્ટર મોન્સેફે જણાવ્યું હતું કે, ફાઈઝર-બાયોટેકની કોરોના વેક્સિનથી લોકોમાં એલર્જીની સમસ્યા વધુ જોવા મળી રહી છે. આ વેક્સિનથી કુલ 8 લોકોમાં એલર્જીની સમસ્યા સામે આવી છે. જેમાંથી છ અમેરિકાના છે અને બે યુકેના. આ વાત સામે આવ્યાના એક દિવસ પહેલાં જ અમેરિકાએ ફાઈઝર સાથે કોરોના વેક્સિનની 10 કરોડની ડીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ વેક્સિન નિર્માતાઓ સાથે ચર્ચા કરી રહી હતી કે તેઓ મહત્તમ એલર્જિક લોકોમાં ટ્રાયલ કરવાનું વિચારે, ખાસ કરીને એપિ પેન એન્ટી એલર્જિક દવા લેનાર લોકોને.

(5:14 pm IST)