Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ફિલિપાઇન્સમાં 'ટેમબિન' વાવાઝોડાએ મચાવ્યો વિનાશ

નવી દિલ્હી: ફિલીપાઇન્સમાં આવેલા ટેમબિન વાવાઝોડાને પગલે ભૂસ્ખલનમાં અત્યાર સુધી ૧૩૩ લોકોના મોત થઇ ચૂક્યા છે. બીજી તરફ અનેક લોકો હજી પણ લાપતા છે. અધિકારીઓ અનુસાર આજે ભૂસ્ખલન મિંડાનાઓના દિક્ષણી આયર્લેન્ડ પર થયું. ત્યારબાદ રાહત અને બચાવ કામગીરી યુદ્ઘના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ટુબોડ ટાઉનના અધિકારી રેયાન કબસે જણાવ્યું કે અમે હજી પણ ભૂસ્ખલનમાં દબાયેલા ગામડાઓ અંગે માહિતીની પુષ્ટિ કરવામાં લાગેલા છીએ. ભૂસ્ખલનને પગલે વિસ્તારમાં વીજળી અને સંચાર સેવાઓ બંધ થઇ ગઇ છે જેના પગલે રાહત કાર્યોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

પોલીસના જણાવ્યા અનુસાર મિંડાનો દ્વીપના તુબોદ નગરમાં ૧૯ લોકોના મોત થયાના અહેવાલ છે. ટેમબિનને કારણે આવેલ ભીષણ પૂર અને ભૂસ્ખલનના કારણે એક ગામનું અસ્તિત્વ મટી ગયું છે. નદીમાં પૂર આવ્યું અને મોટાભાગના મકાનો તેમાં વહી ગયા. ત્યાં હવે ગામનું કોઇ નામોનિશાન બચ્યું નથી. પૂરને કારણે ખડકો નીચે ધસી પડ્યા જેનાથી પિયાગાપોમાં લગભગ ૪૦ મકાનો ઉજડી ગયા જેમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. 

(6:40 pm IST)