Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

૧૫ પત્નીઓ સાથે રહે છે ગરીબ દેશનો રાજા પત્ની માટે ખરીદી ૧૧૯ કરોડ રૂપિયાની લકઝરી કારો

આફ્રિકી દેશ સ્વાઝિલેન્ડના રાજાની સ્ટોરી

નવી દિલ્હી,તા.૨૫: તેમનો દેશ વિશ્વનો સૌથી ગરીબ દેશોમાંથી એક છે અંદાજે ૬૦ ટકા લોકો ગરીબી રેખા નીચે રહે છે પરંતુ એ દેશના રાજા અત્યંત લકઝરીયસ લાઇફ જીવવામાં કોઇ કમી રાખતા નથી. આ સ્ટોરી છે .આફ્રિકીદેશ સ્વાઝિલેન્ડની સ્વાઝિલેન્ડના રાજા મસ્વતિ -૩ની ૧૫ પત્નીઓ છે તેઓએ હાલમાં પત્નીઓ માટે ૧૧૯ કરોડ રૂપિયાની લકઝરી કારો ખરીદી છે. જેના પર અનેક સવાલ ઉઠાવી રહ્યા છે. સ્વાઝિલેન્ડ અનેક કારણોથી બદનામ થઇ રહ્યા છે. ત્યાં બહુવિવાહ વૈધ છે હાલમાં રાજાને ૨૫ પત્નીઓ છે. જ્યારે તેમની એક પત્નીનું મોત થઇ ચુકર્યું છે. સ્વાઝિલેન્ડમાં દર વર્ષે ટોપલેસ કુંવારી યુવતીઓની પરેડ યોજાય છે આ દરમ્યાન દર વર્ષે રાજા તેમના માટે એક નવી પત્ની પસંદગી કરે છે. જે યુવતીઓ આ પરેડમાં નથી આવતી તેને અનેક પ્રકારની સજા આપવામાં આવે છે.

(4:03 pm IST)