Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

કેન્યામાં ભારે વરસાદથી તબાહીઃ ભૂસ્ખલનમાં ૩૪ લોકોના મોતઃ અનેક વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર

નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયાઃ આગામી ૭ દિવસ સુધી પશ્વિમ કેન્યામાં ભારે વરસાદની આગાહી

 કેન્યામાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે, પશ્વિમ કેન્યાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી તબાહી મચી ગઇ છે,સરકારી સૂત્રોના જણાવ્યાં મુજબ પોકોટ સેન્ટ્રલ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે ૧૭ અને પરૂચા વિસ્તારમાં ૧૨ લોકોના મોત થઇ ગયા છે, અન્ય એક જગ્યાએ ૫ના મોત થયા છે. અલગ અલગ ત્રણ જગ્યાઓએ થયેલા ભૂસ્ખલનમાં ૩૪ લોકોનાં મોત નિપજયા છે

ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરીને તેમને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યાં છે, વરસાદને કારણે પુરની સ્થિતિ ઉભી થતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે, રેસકયું ટીમો દ્વારા બચાવ કામગીરી ચાલુ છે, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૭ દિવસ સુધી પશ્વિમ કેન્યામાં ભારે વરસાદ થશે, જેના કારણે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે, હાલમાં નીચાળવાણા અનેક શહેરોમાં પાણી ભરાઇ ગયા છે.

(3:44 pm IST)