Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ફ્રાન્સમાં ઘરેલુ હિંસા વિરૂધ્ધ મહિલાઓનું વિરોધ પ્રદર્શન

આ વર્ષે ૧૩૦ મહિલાઓની પતિ અથવા પૂર્વ પતિ દ્વારા હત્યા થયેલ

પેરીસઃ ફાન્સમાં મહિલાઓ વિરૂધ્ધ વધતી ઘરેલુ હિંસાના વિરોધમાં રાજધાની પેરીસમાં હજારો લોકો રસ્તાઓ ઉપર ઉતર્યા હતા. ફાન્સમાં આ વર્ષે લગભગ ૧૩૦ મહિલાઓની તેમના પતિ અથવા પૂર્વ પતિ દ્વારા હત્યા કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓ પ્લેકાર્ડમાં મૃતક મહિલાઓના નામ અને '' હવે વધુ હત્યા નહિ'' જેવા બેનરો લઇને જોરદાર વિરોધ કરેલ. પરપલ કલરના પ્લેકાર્ડ મહિલાઓના અધિકારો માટે શરૂ કરાયેલ આંદોલનનો પ્રતિક રંગ છે.

પ્રદર્શનમાં રહેલ મહિલાઓએ જણાવેલ કે પુરૂષોને ખ્યાલ હોવો જોઇએ કે તેઓ મહિલાઓને કેવી સ્થિતિમાંથી પસાર કરી રહયા છે. રાજધાની પેરીસ સહિત ફાન્સના કેટલાય શહેરોમાં શનિવારે ઘરેલુ હિંસાના મામલે મહિલાઓએ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

(11:46 am IST)