Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ચીનમાં બની ર૪ માળની લાકડાની ઇમારતઃ ગિનીસ બુકમાં મળ્યું સ્થાન

આર્કિટેકટ સુઇ હેન્ગની ડીઝાઇન પર ચીનના ગુઇઝોઇ પ્રાંતના યિન્ગશાન શહેરમાં એક સંપૂર્ણ પણે લાકડાની ઇમારત બની છે. ૯૯.૯ મીટરની હાઇટ ધરાવતી આ બિલ્ડીંગને ત્રણ કારણોસર ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે. આ દુનિયાની પહેલી લાકડાની બહુમાળી છે. બીજુ એ સૌથી ઊંચી છે. અને આર્કિટેકચરની દૃષ્ટિએ પણ ખાસ છે. બે વર્ષન ગાળામાં આ બિલ્ડીંગ બની હતી. ર૪ માળની બિલ્ડીંગમાં દેવદારનું લાકડુ વાપરવામાં આવ્યું છે. એમાં ૧પ૦ થી વધુ રૂમો છે. આ ઇમારતને ગીનસ બુકમાં સ્થાન મળ્યું છે. વિશ્વની પહેલી લાકડાની ઇમારત છે., જે સૌથી ઉંચી અને આર્કિટેકચરના હિસાબથી ૩ કેટેગરીમાં રેકોર્ડ બુકમાં જગ્યા મળી છે. આ ઇમારતને પર્યટકો માટે ખોલવામાં આવી છે. વિશ્વભરના પર્યટકો આને જોવા આવે છે. કોઇ ઇમારતને બનાવવા માટે સીમેન્ટ, રેતી, પથ્થર વપરાતા હોય છે પણ તેને બનાવવા પિલરોને બાદ કરતાં સંપૂર્ણ રીતે લાકડાનો ઉપયોગ થયો છે. ર૪ માળ છે., ૧પ૦ રૂમ છે. આ ઇમારત ઇકોફ્રેન્ડલી છે.

(11:43 am IST)