Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

અમેરિકાની આ ગેલરીમાં ફેમસ પેઈન્ટિંગ જેવી રૂમમાં રાત રોકાવાનો લહાવો મળે છેઃ એક રાતનું ૩પ૦૦૦ રૂપિયા

પેઇન્ટિંગ અને કળાના કદરદાનો માટે અમેરિકન આર્ટિસ્ટ એડવર્ડ હોપર બહુ જાણીતું નામ છે. તેમનું 'વેસ્ટર્ન મોટેલ' નામનું પેઇન્ટિંગ ઘણું ફેમસ છે, જેમાં એક હોટેલની રૂમ દર્શાવાઇ છે. મોટા ભાગે આર્ટના પીસ જોઇને ખુશ થવાનું હોય છે, પરંતુ અમેરિકાના વર્જિનીયાના રિચમન્ડ શહેરમાં આવેલા વર્જિનિયા મ્યુઝિયમ ઓફ ફાઇન આર્ટ્સમાં ર૩ ફેબ્રુઆરીથી એક વિશેષ પ્રદર્શન યોજાયું છે. એમાં અમેરિકન પેઇન્ટર એડવર્ડ હોપરના પેઇન્ટિંગ 'વેસ્ટર્ન મોટેલ'ની મોટેલરૂમને વાસ્તવમાં તાદ્દશ કરવામાં આવ્યું છે. એ જ બાલ્કની, એ જ બેડ, એ જ રૂમનો એન્ગલ બધું જ જાણે પેઇન્ટિંગ જેવું હોય. એટલું જ નહીં, જો તમે એડવર્ડ હોપરના ફેન હો તો એ રૂમમાં રાત રોકાવાનો લહાવો પણ લઇ શકો છો, પણ એ માટે તમારે ૧પ૦ ડોલરથી લઇને ૩પ૦ ડોલર કે આશરે ૧૧,૦૦૦ થી ૩પ,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડે. અલબત્ત, આ કન્સેપ્ટ એટલો ફેમસ થયો છે કે ફેબ્રુઆરીમાં પ્રદર્શન પુરૃં થાય ત્યાં સુધીનું બુકિંગ થઇ ગયું છે.

પ્રદર્શનમાં કાચમાંથી રૂમમાં નજર કરવામાં આવે તો બરગન્ડી કલરના ડ્રેસમાં બેઠેલી રહસ્યમય સ્ત્રીને બાદ કરતાં આબેહુબ પેઇન્ટિંગમાં જોવા મળે છે એવી જ રીતે તમામ ચીજો રૂમમાં સેટ કરવામાં આવી છે. આ રૂમમાં સૌપ્રથમ રાત્રીરોકાણ કરનાર સાહસ અને કળાનો ચાહક રિચમન્ડનો રહેવાસી એલન ચેપમેન હતો. પ્રદર્શનમાં હોપરન લગભગ ૬પ ચિત્રો ઉપરાંત જોન સિંગર સર્જન્ટ, ડેવિડ હોકની બેરેનાઇસ અબોટ અને અન્ય ચિત્રકારોનાં એ જ થીમ પર આધારિત ૩પ ચિતરો પણ મુકવામાં આવ્યાં હતા.(૬.૩)

 

(10:40 am IST)