Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ભૂસામાંથી ઈંધણ બનાવવામાં વૈજ્ઞાનિકોને મળી સફળતા

બેલ્જિયમના લુવેનની કેથોલિક યુનિવર્સિટીના સંશોધનકર્તાએ ઇંધણ વિકસિત કર્યું

બેલ્જિયમના લુવેનની કેથોલિક યુનિવર્સિટીના સંશોધનકર્તાઓને ભૂસામાંથી ગેસોલીન/ઈંધણ બનાવવાની નવી રીત શોધવામાં સફળતા મળી છે.

  સંશોધક બર્ટ સેલ્સના જણાવ્યા પ્રમાણે ભૂસામાંથી વિપુલ માત્રામાં સેલ્યુલોઝને હાઈડ્રોકાર્બન ચેઈનના રૂપમાં વિકસિત કરી તેમાં ગેસોલીનને મિક્સ કરી ઈંધણના રૂપમાં તેનો પ્રયોગ કરી શકાય છે. આ ઈંધણ ‘સેકન્ડ જનરેશન જૈવિક ઈંધણ' હશે.'

(8:13 pm IST)
  • આજે પેટ્રોલમાં ૧૪ પૈસા તો ડિઝલમાં ૧૦ પૈસાનો વધારો : આજે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધ્‍યાઃ દિલ્‍હીમાં પેટ્રોલમાં ૧૪ પૈસા તો ડિઝલમાં ૧૦ પૈસા વધ્‍યાઃ દિલ્‍હીમાં પેટ્રોલ ૮૨.૮૬નું તો ડિઝલ ૭૪.૧૨નું થયું: મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૯૦.૨૨ તો ડિઝલનો ભાવ ૭૮.૬૯ થયો access_time 11:15 am IST

  • આધાર કાર્ડની જરૂરિયાત પર સુપ્રીમ કોર્ટનો કાલે આવશે નિર્ણય:જેનાથી એ નક્કી થશે કે બેંક ખાતાઓ, મોબાઇલ ઓપરેટર્સ અથવા સરકારી યોજનાઓમાં આધાર કાર્ડ જરૂરી છે કે નહીં?:આ મામલે સુપ્રીમકોર્ટમાં કુલ 38 દિવસ સુધી સુનવણી ચાલી;જજોની પાંચ સદસ્ય બંધારણીય પીઠે 10મી મેં એ ચુકાદો અનામત રાખ્યો હતો access_time 1:06 am IST

  • ગાંધીધામ (પૂર્વ કચ્છ) : સ્વાઈન ફ્લુનો વાયરસ કચ્છમાં પણ ફેલાયો:આજે એક જ દિવસમાં બે પોઝીટીવ કેસ નોંધાયાં:ગઈ કાલે સાંજે એક પોઝીટીવ કેસ નોંધાયો હતો:બે દિવસમાં ત્રણ સ્વાઈન ફ્લૂના પોઝીટીવ કેસ મળી આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું access_time 11:20 pm IST