Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

રાતે કપડાં પહેર્યા વિના સૂવાથી વજન ઘટી શકે

લંડન તા ૨૫ : વજન ઓછુ કરવા માગતા પરંતુ એ માટ ેજિમમાં જઇને પરસેવો વહાવવા કે એકસરસાઇઝ કરવા ક. ડાયટિંગ ન  કરવા માગતા હોય એવા લોકો માટ ેખુશખબર છે. આ બધુ કર્યા સિવાય પણ તમે તમારૂ વજન કાબુમાં લાવી શકો છો. આ માટે તમારે માત્ર એટલું જ કરવાનું છે કે રાત્રે કપડા પહેર્યા વગર સુવાનું છે. તાજેતરમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હ.લ્ત એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ, મેરિલેન્ડ અને  સ્ટેનફર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં જણાવ્યું છે કે જે લોકો રાત્રે કપડાં પહેર્યા વગર સુએ છે તેમના શરીરમાં અનેક સકારાત્મક ફેરફાર થાય છે. તેમનું વજન ઘટે છે, સેકસલાઇફ સારી થાય છે તેમજ ઊંઘ પણ સારી આવે છે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યા મુજબ ગરમીને લીધે ઊંઘમાં ખલેલ પડે છે. શરીરમાં સામાન્ય કરતા વધુ પ્રમાણમાં કોર્ટિસોલ ઉત્પન્ન થાય છે જે ભુખ વધારે છે.

એના પરિણામસ્વરૂપ આપણા વજનમાં વધારો થાય છે. આથી વિપરીત જો તમે કપડાં વિના જ સુઓ છો તો તમારૂ શરીર ઠંડુ રહે છે જે ફેટનેબર્ન કરે છે અને વજન ઘટવાની શકયતા વધી જાય છે. આ ઉપરાંત કપડાં પહેર્યા વગર સુવાથી તમારી ઉંમર પણ વધે છે.

સંશોધનમાં એ પણ જણાયું હતું કે જે પુરૂષો રાત્રે બોકસર, શોર્ટસ કે પાયજામા પહેરીને સુએ છેતેઓ પોતાના સ્પર્મને નુકશાન પહોંચાડી શકે છે તથા તેમની બાળક પેદા કરવાની શકયતાઓ ઘટી જાય છે. આ અભ્યાસ મુજબ કપડા પહેર્યા વિના સુનારા લોકોની સેકસ લાઇફ સારી રહે છે. અભ્યાસમાં સામેલ થયેલા લોકોને તેમના પાર્ટનર સાથે કપડા પહેરીને અને પહેર્યા સિવાય સુવાના અનુભવો પુછવામાં આવતા જણાવ્યું કે કપડા વિના સુનારા ૫૭ ટકા લોકોએ એને સેકસલાઇફ સુધારવાનો સુખદ ઉપાય ગણાવ્યો. તમારા પાર્ટનરની સ્કનસાથે તમારી સિકનનો કોન્ટેકટ થતાં શરીરમાં ઓકિસટોકિસન નામનું ફીલ ગુડ હોર્મોન રિલીઝ થાય છે જેનાથી તમે સારૂ ફીલ કરો છો. આ ઉપરાંત તમારો તમારા પાર્ટનર સાથેનો લગાવ પણ વધે છે. (૩.૧૭)
 

(3:44 pm IST)