Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

અમેરિકાની સૌથી લાંબી વ્યકિતનું ૩૮ વયે નિધન

ઉંચાઇ સાત ફૂટ અને આઠ ઇંચ (૨.૩૫ મીટર્સ) હતી : હૃદયની બિમારીને કારણે નિધન થયુ છે

એએફપી,તા. ૨૫ : એ વ્યકિત અમેરિકામાં સૌથી લાંબી વ્યકિત હતી. ઇગોર વોવકોવિન્સ્કીની ઉંચાઇ સાત ફૂટ અને આઠ ઇંચ (૨.૩૫ મીટર્સ) હતી. પણ તેનું ૩૮ વર્ષની વયે નિધન થયું છે. તેનું હૃદયની બિમારીને કારણે નિધન થયું છે એમ તેની માતાએ ફેસબુક પર કહ્યું છે.

યુક્રેનમાં જન્મેલા ઇગોર વોવકોવિન્સ્કીની પિચ્યુટરી ગ્લેન્ડ પર ટયુમરના દબાણને કારણે સતત સ્ત્રાવ થઇ રહેલા હોર્મોન્સથી તેની ઉંચાઇ વધતી હતી. તે સાત વર્ષની ઉંમરે સારવાર માટે અમેરિકા આવ્યો હતો. તેનુ અમેરિકાના મિનેસોટામાં નિધન થયું હતું. તેને ૧૯૮૯માં ઉત્તરીય અમેરિકાના રાજ્યના મેયો કિલનિકમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. એમ તેની માતાએ કહ્યુ હતું. ડોકટરોએ તેના પર બે સર્જરી કરી હતી. અને તેનો જીવ બચાવ્યો હતો. પણ ડોકટરો તેની ઉંચાઇ વધતી રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.

ઇગોર વોવકોવિન્સ્કીને ૨૭ વર્ષન વયે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસે અમેરિકાની સૌથી ઉંચી વ્યકિત જાહેર કરી હતી. વર્ષ ૨૦૧૩માં યુરોવિઝન સોંગ સ્પર્ધામાં યુક્રેનની સીંગર જલાટા ઓગ્નેવિચને ગોદમાં ઉઠાવીને તે સ્ટેજ પર ગયો હતો. ઇગોર વોવકોવિન્સ્કીની સામે તે નાની ઢીંગલી જેવી લાગતી હતી.

૨૦૦૯માં ઇગોર વોવકોવિન્સ્કીએ થોડી વાર માટે સેલિબ્રિટી બનવાનો આનંદ લીધો હતો. જ્યારે રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ એક રાજકીય સભામાં ભીડમાંથી સૌથી ઉપર જોયો હતો. ઇગોર વોવકોવિન્સ્કીની એક ટીશર્ટ પહેર્યું હતું. તે ઓબામાંનો મોટો સમર્થક હતો. તેને તે વખતે અનેક રાજકારણીઓ સાથે હાથ મિલાવ્યા હતા.

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અનુસાર વિશ્વમાં સૌથી ઉંચી વ્યકિત -સુલતાન કોસેન તુર્કની છે. જેની ઉંચાઇ ૮.૨ ફુટ (૨.૫૧ મીટર) છે. જો કે આધુનિક અમેરિકી ઇતિહાસમાં સૌથી ઉંચી વ્યકિત રોબર્ટ વાડલો હતી. જેની ઉંચાઇ ૮.૯ (૨.૭૨ મીટર) હતી. તેનું ૨૨ વર્ષની વયે નિધન થયું હતું.

(10:14 am IST)