Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

અમેરિકામાં વાયુ સૈનિકની ચોકી પર ગોળીબારીમાં એકનું મૃત્યુ

નવી દિલ્હી:અમેરિકાના ફ્લોરિડામાં વાયુ સેનાના હર્લબટર ફિલ્ડ બેસમાં ગોળીબારીની એક ઘટનામાં એક શખ્સનું મૃત્યુ નીપજ્યું છે. તેમજ અન્ય એકને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માહિતી મળી રહી છે.

       વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે  કે મૃતકની ઓળખાણ 24 કલાક પછી તેમના પરિવારના સભ્યોદ્વારા કરવામાં આવશે તેમજ ઘાયલ એક શખ્સને સારવાર અર્થે નજીકની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:07 pm IST)