Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

અમેરિકા પર ચીનનો વળતો પ્રહાર ચેંગદુમાં અમેરિકન ઓફિસ બંધ કરવા નિર્ણય કર્યો

નવી દિલ્હી: અમેરિકાએ ચીનની હ્યુસ્ટન સિૃથત કોન્સ્યુલેટ ઓફિસ 24 તારીખ સુધીમાં ખાલી કરવા ચીનને આદેશ આપ્યો હતો. એ પછી ચીની કર્મચારીઓ કચેરી ખાલી કરી રહ્યાં છે.

            ચીને આજે વળતો પ્રહાર કરી ચેંગદુમાં આવેલી અમેરિકન કોન્સ્યુલેટ ઓફિસ બંધ કરવા આદેશ આપી દીધો છે. કોરોના રસીના સંશોધનની વિગતો ચીની હેકર્સો ચોરી રહ્યાં છે અને તેમાં ચીની કોન્સ્યુલેટ પણ શામેલ છે એવી સૂચના પછી અમેરિકાએ કોન્સ્યુલેટ ઓફિસ બંધ કરવા આદેશ કર્યો હતો.

(6:01 pm IST)