Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

દીકરાને ફળ ખાતો કરવા ન્યુ જર્સીમાં રહેતી મહિલાએ અનોખો અખતરો અજમાવ્યો

નવી દિલ્હી: દીકરો ફળો ખાય એ માટે ન્યુ જર્સીમાં રહેતી મિશેલ રોઝમરીન નામની એક મહિલાએ અનોખો અખતરો કર્યો છે.તેની ઓફિસ ઘરથી દૂર હોવાથી જયારે દીકરો સૂતો હોય ત્યારે જ તેણે ઘરનું કામ પતાવીને નીકળી જવું પડે છે. એને કારણે તેને મનમાં ગિલ્ટ પણ રહે છે કે તે જસ્ટ પાંચ વર્ષના દીકરા હડસનને સ્પેશ્યલ ફીલ નથી કરાવી શકતી. જવેલરી ડિઝાઇનરની નોકરી કરતી મિશેલ દીકરા માટે ખાસ જહેમત ઉઠાવીને નાસ્તો તૈયાર કરે છે અને એને કારણે દીકરાને હેલ્ધી ફળો ખાવાની આદત પણ પડે છે.

        નાસ્તામાં તે વિવિધ ફળોમાંથી હડસનની પસંદનાં પ્રાણીઓની ડિઝાઇન બનાવે છે જેમ કે અનાનસની ચીરી અને પેનકેકમાંથી સિંહ તેમજ સફરજન, રાસબરી અને પીળા પેપર્સમાંથી પોપટ તૈયાર કરે છે જેથી તે ઓફિસથી પાછી આવે ત્યારે એના વિશે બન્ને સાથે બેસીને ચર્ચા કરે છે.

(6:00 pm IST)