Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

કોઇપણ નવો ડ્રેસ કોરો જ પહેરવાને બદલે પહેલા ધોઇ અને ઇસ્ત્રી કરીને પછી જ વાપરો

કોઇ પણ નવું કપડું ખરીદી લાવો એ પછી તમે એને કોરો જ પહેરી લો છો ? તો એ ઠીક નથી. નવા કપડાં ખરીદ્યા પછી એ પહેરીને નીકળવાની તાલાવેલી હોય તો ખરાક કન્ટ્રોલ કરો. આ કપડામાં કદાચ ઝેરી કેમિકલ્સના અવશેષો હોઇશ કે છે. સ્વીડિશ ચિસર્ચરોનું કહેવું છે કે કપડાં મેન્યુફેકચર કરતી વખતે વપરાતાં કેમિકલ્સ ફાઇનલ પ્રોડકટ બની ગયા પછી પણ ફેબ્રીકમાં રહી જાય છે. સંશોધકોએ ૬૦ અલગ અલગ ઇન્ટરનેશનલ કલોપિંગ બ્રેન્ડસમાંથી સેમ્પલ કપડું લઇને ટેસ્ટ કરી હતી. પ્રાથમિક તપાસમાં જ નોંધાયું હતું કે મોટા ભાગના કપડાં પર બાયપ્રોડકટ તરીકે અનેક પ્રકારનાં કેમિકલ્સ રહી ગયા હોય છે. ઘણીવાર ટ્રાન્સપોર્ટ દરમ્યાન પણ એમાં બ્રાહ્મણ પ્રદુષકોનો ઉમેરો થાય છે. સ્વીડનની સ્ટોકહલમ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવુ છે કે કપડાંને ડાઇ કરવામાં પોલીસ કરવામાં તેમ જ રંગ કરવામાં વપરાતાં કેમિકલ્સ ફાઇનલ પ્રોડકટ બની ગયા પછી અંદર રહી જાય છે. એને કારણે એલર્જિક ડર્મેટાઇટિસ કે ત્વચાની અન્ય તકલીફો થઇ શકે છે.  પોલિએસ્ટર કપડાંમાં કિવનોલાઇન્સ અને કોટનમાં બેન્ઝોથિઆઝોલ્સ પ્રકાર-કેમિકલ્સ જોવા મળે છે. ઓર્ગેનિક ફેબ્રીક નું લેબલ ધરાવતા કપડાંમાં પણ આ કેમિકલ્સ ઓછી માત્રામાં હોય છે. આ તમામ કેમિકલ્સ હાનિકારક કેમિકલ્સની કેટેગરીમાં અવો છે. એનાર્થ ચોક્કસપણ શું અને કેવા પ્રકારનું જોખમ ઉભુ થાય છે એ બાબતે હજી સંશોધકો ચોક્કસ તારણ પર નથી આવ્યા. એ છતાં સાવચેતીના પગલા જરૂર લેવા જોઇએ. કોઇપણ કપડું ધોયા વિના કોરૂ જ વાપરવાને બદલે એક વાર ધોઇને  ઇસ્ત્રી કરીને વાપરવામાં આવે તો હાનિકારક કેમિકલ્સનું જોખમ થોડુંક ઘટાડી શકાય.

(3:53 pm IST)