Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

બીજાની જગ્યાએ પોતાને મૂકવાથી તેને વધુ સારી રીતે સમજી શકાય એ વાત પુરેપુરી સાચી નથી

નવી દિલ્હી તા.૨૫: કહેવાય છે કે, જો કોઇ વ્યકિતનું વર્તન રે રીએકશન તમને ન સમજાતું હોય તો તે હાલમાં જે પરિસ્થિતિમાં છે એને સમજવી જોઇએ. તેના દ્રષ્ટિકોણને સમજવા માટે તેના શૂઝમાં પગ નાખવાથી તે હાલમાં શું વિચારે છે, શું ફીલ કરે છે, શું કરવા માંગે છે, શું અભિગમ ધરાવે છે અને કેવી માનસિક સ્થિતિ ધરાવે છે એ સમજી શકાય છે.

અત્યાસ સુધી સાઇકોલોજિસ્ટો આવું જ કહેતા આવ્યા છે, પરંતુ ઇઝરાયલની યુનિવર્સિટી ઓફ નેગેવના નિષ્ણાંતોનું કહેવું છે કે આ પધ્ધતિ પૂરેપુરી સાચી નથી. સામેવાળી વ્યકિતની જગ્યાએ જાતને મુકીને વિચારવાથી તમે ઘણીબધી ખોટી ધારણાઓ બાંધી લો એવું શકય છે અને એને કારણે તમારા સંબંધો ઇમ્પ્રુવ થવાને બદલે બગડી શકે છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે વ્યકિતના મનનાં ઊંડાણમાં જે ચાલી રહયું છે એ સમજવા માટે સંવાદ એ જ ફુલપ્રુફ વિકલ્પ છે. સોશ્યલ સાઇકોલોજી નામની જર્નલમાં પચીસ પ્રયોગોનું વિષ્લેષણ કરીને આ તારવવામાં આવ્યું છે. જયારે કોઇ વ્યકિત બીજાના ચહેરાના હાવભાવ, બેસવાની લઢણ, સ્માઇલ કે તે જે પ્રવૃતિ કરી રહી છે એ પરથી તે શું ફીલ કરતી હશે કે વિચારતી હશે એનો અંદાજ લગાવે છે ત્યારે એમાં જોઇએ એટલી એકયુરસી નથી હોતી.

(3:50 pm IST)