Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં ટ્રેન અકસ્માતની મોટી દુર્ઘટના સામે આવી છે. હકીકતમાં જોઈએ તો, સોમવારે એક સુરંગમાં બે મેટ્રો લાઈટ રેલ ટ્રેનો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. ભયાનક દુર્ઘટનામાં 200થી વધારે લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, 74થી વધારે લોકોની હાલત અત્યંત ગંભીર છે. ઘટનાને લઈને મલેશિયાના પરવિહન મંત્રી વી કા સિઓંગે જાણકારી આપી હતી કે, સ્થાનિક સમય અનુસાર સોમવારે રાતે લગભગ સાડા આઠ વાગ્યે ઘટના થઈ હતી. પરિવહન મંત્રીએ જણાવ્યુ હતું કે, કે, 213 મુસાફરોને લઈ જતી મેટ્રો ટ્રેન દુનિયાના સૌથી ઉંચા ટ્વિન ટાવરમાંના એક એવા પેટ્રોનાસ ટાવર્સની પાસ સુરંગમાં એક ખાલી પડેલી ટ્રેન સાથે અડથાઈ ગઈ હતી.

(5:02 pm IST)