Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

બ્રિટનના રિસર્ચમાં થયો નવો દાવો: કોરોના સંક્રમિત દર્દીને હવે શ્વાન ગંધ પારખીને ઓળખી શકશે

નવી દિલ્હી: કોરોના વાયરસથી (Coronavirus) સંક્રમિત લોકોના શરીરમાંથી અલગ અલગ પ્રકારની ગંધ આવતી હોય છે, જો કે હવે એક દાવો બ્રિટનના(Britain) એક નવા રિસર્ચમાં કરવામાં આવ્યો છે કે જેમાં કહેવાયું છે કે તાલીમ પામેલા શ્વાન આવી ગંધને પારખીને નક્કી કરી શકે છે વ્યક્તિ કોરોના પોઝીટીવ છે કે નેગેટીવ.લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રાપિકલ મેડિસીને(એલએસએચટીએમ) જાણકારી મેળવી છે. રિસર્ચ ચેરિટી મેડિકલ ડિટેક્શન ડોગ્સ એન્ડ ટરહમ યૂનિવર્સિટી સાથે મળીને કરવામાં આવ્યુ છે.

આને એક પૂરપૂરુ (Complete) અધ્યયન(Study) કહેવામાં આવી રહ્યુ છે, અધ્યયન શ્વાનની ટ્રેનિંગ,ગંધ,વિશ્લેષણ અને મોડલિંગ દ્વારા કરવામાં આવ્યું છે. રિસર્ચ કરનારા લોકોએ જાણ્યું કે તાલીમ પામેલા શ્વાન 94.3 ટકા સુધી સંવેદનશીલતા અને 92 ટકા સુધી ચોક્કસ રીતે આની જાણકારી મેળવી શકે છે.

(5:00 pm IST)