Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ઓએમજી.... માતાપિતાની નજર સામે જ એક જિરાફે બાળકને ઉંચુ કરી દીધું હોવાનું વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: ઘણી વખત એવી પરિસ્થિતિઓ નિર્માણ પામે છે કે જેના વિશે કદી વિચાર્યું નથી હોતું અને તે જીવલેણ કે ગંભીર સાબિત થાય છે. ખાસ કરીને જ્યારે આપણે જાનવરો પાસે જઈએ છીએ ત્યારે હંમેશા સતર્ક રહેવું જોઈએ કારણ કે ગમે તે સમયે સામાન્ય સ્થિતિ પણ ગંભીર પરિસ્થિતિમાં બદલાઈ શકે છે. આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વિશાળકાય જિરાફ એક બાળકને હવામાં ઉછાળી દે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુગલ ડર્યા વગર જિરાફને ઘાંસ-ફૂસ ખવડાવી રહ્યું હોય છે. તેઓ પોતાના બાળકને પણ જિરાફને ખવડાવવા ઘાંસ આપે છે. તેઓ વાતથી બિલકુલ અજાણ હોય છે કે તેનાથી તેમનું બાળક મુશ્કેલીમાં મુકાઈ શકે છે. બાળક જેવું જિરાફને ખવડાવવા પ્રયત્ન કરે છે કે, જિરાફ ઘાંસ સહિત તે બાળકને હવામાં ઉઠાવી લે છે. ત્યાં ઉપસ્થિત માતા-પિતા તે દૃશ્ય જોઈને ડરી જાય છે પરંતુ તરત પોતાના બાળકના પગ પકડીને તેને નીચે જમીન પર ખેંચી લે છે. સદનસીબે તે બાળક બચી જાય છે પરંતુ તે ઘટના જીવલેણ સાબિત થઈ શકે તેમ હતી.

(5:00 pm IST)