Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મહિલાના ગાલ સૌથી મોટા છે, પણ હજીયે તેને સર્જરી કરાવવી છે

લંડન, તા. રપ : યુક્રેનની રાજધાની કિવમાં રહેતી અનસ્તાસિયા પોકેશ્ચુક વિશ્વમાં સૌથી મોટા ગાલ ધરાવે છે, પોતાની સર્જરી વિશે તે સોશ્યલ મીડિયા પર અપડેટ્સ આપતી રહે છે. તેના સુંદર ચબ્બી ચિકસને કારણે તે ઇન્સ્ટાગ્રામ પર ઘણી લોકપ્રિય છે. જોકે તેને ગાલ વધુ મોટા કરવા હજી વધુ ઑપરેશન કરાવવું છે.

પોતાના ગાલની સુંદરતા વધારવા માટે તેણે લિપ ફીલર્સ, વિનિયર્સ, જડબા તેમ જ ચિબુકમાં ફેરફાર કરાવવા અને ગાલ પર અનેક સર્જરી કરાવી છે, જેની પાછળ અત્યાર સુધીમાં તેણે ૨૧૦૦ ડૉલર્સ (લગભગ ૧,૫૩,૦૦૫ રૂપિયા) ખર્ચ કર્યા છે. જોકે આટલાથી પણ તે સંતુષ્ટ નથી અને તેને હજી વધુ સર્જરી કરાવવાની ઇચ્છા થઈ છે. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર તેના સર્જરી પહેલાંના ફોટો પોસ્ટ કર્યા છે અને એની કૅપ્શનમાં તેણે લખ્યું છે, 'હું મારા ગાલના પ્રેમમાં પડી ગઈ છું. લોકોને ભલે એ વિચિત્ર લાગતું હોય, પણ હું એનાથી ખુશ છું. સર્જરી બાદ મારો આત્મવિશ્વાસ અનેકગણો વધી ગયો છે.

(4:04 pm IST)