Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

વેનેઝુએલામાં જેલમાં ઝઘડામાં 29 કેદીઓ મોતને ભેટ્યા

નવી દિલ્હી: વેનેઝુએલાની કારાગાસ જેલમાં શુક્રવારના રોજ થયેલ ઝડપમાં ઓછામાં ઓછા 29 કેદીઓ મોતને ભેટ્યા છે અને 19 પોલીસ કર્મીને ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે પોલીસ અધિકારી દ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પોર્તુગુસા રાજ્યના અરિગુઆ શહેરમાં પોલીસ સ્ટેશન જેલમાં ઘટના બની હતી જેમાં કેદીઓ વચ્ચે હાથાપાઈ થતા 29 કેદીઓ મોતને ભેટ્યા છે તેમજ 19 પોલીસ કર્મીને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

 

(5:02 pm IST)