Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

સ્મોકિંગ કરવાથી સામેની વ્યકિત પર તમારી કેવી છાપ પડે એ જાણો છો ?

સ્મોકિંગ કરનાર લોકોને લાગે છે કે તે સીગરેટ પીતી વખતે કુલ લાગે છે અને તેથી તે પોતાના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકી રહ્યા છે. પરંતુ, એક સંશોધનમાં એ વાતનો ખુલાસો થયો છે કે, સ્મોકિંગ કરવાથી તમારી છાપ ખરાબ થાય છે અને તેનાથી તમે સામેવાળાને આકર્ષિત નથી કરી રહ્યા પણ ખૂર ભગાડી રહ્યા છો.

સ્મોકિંગના કરાણે તમારા ચહેરા પર પડતી કરચલીના કારણે તમે ઓછા આકર્ષક દેખાવા લાગો છો. બ્રિસ્ટોલ યુનિવર્સીટીના પ્રોફેસર દ્વારા સંશોધનમાં ૫૦૦ લોકોના ૨૩ જુડવા ભાઈઓ કે બહેનોમાંથી કોઈ એકને પસંદ કરવાનું કહેવામાં આવ્યું. જેમાં એક વાતનો ખુલાસો થયો, કે પુરૂષોએ નોન-સ્મોકિંગ કરવાના ૬૬ ટકા મહિલાઓને પસંદ કરી.  જ્યારે તે જ મહિલાઓએ નાનો-સ્મોકિંગ કરનાર ૬૮ ટકા પુરૂષોને પસંદ કર્યા. ઉપરાંત કેટલીક મહિલાઓએ બીજી નોન-સ્મોકિંગ કરનાર મહિલાઓને ૭૦ ટકા કેસમાં આકર્ષક ગણાવી.

સ્મોકિંગ સામાન્ય રૂપે થનાર એજીંગને વધારે છે. નિકોટીન તમારા શરીરની બહારની ચામડીના રકતકોષોને શિથીલ બનાવી દે છે. જેથી તમારી સ્કીન ઓછી લચીલી થઈ જાય છે અને તેનાથી કરચલી થવા લાગે છે.

(9:54 am IST)
  • જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા આદેશ :સુરતની દુર્ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા : જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા મનપા કમિશનરનો આદેશ: મનપામાં આવતીકાલે અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઇ: ફાયર સેફ્ટી અંગે સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ :આવતીકાલથી તમામ સંચાલકો વિરૂદ્ધ કરાશે કડક કાર્યવાહી access_time 10:10 pm IST

  • આ નેતા કોણ?: તક્ષશિલા અગ્નિકાંડમાં સૌથી મોટું રહસ્ય : આ પહેલા પણ એક વાર ટ્યુશન કલાસ સીલ કરાયુ હતું, પરંતુ એક નેતાના દબાણવશ આ ફાયરબ્રિગેડ સીલ ખોલવુ પડ્યુ : કલાસીસ માલિકે આ નેતાની ઓળખ ન આપી : એ નેતા વિશે લોકો સવાલ કરી રહ્યા છે : દબાણ ન થયુ હોત તો આ ૨૦ વિદ્યાર્થીઓના જીવ બચી શકત access_time 3:11 pm IST

  • જેટ એરવેઇઝના પૂર્વ ચેરમેન અને પત્નીને વિદેશ જતા અટકાવાયા: મુંબઈના ઇમીગ્રેશન સત્તાધીશોએ જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયેલ અને તેની પત્નીને મુંબઇ એરપોર્ટ ઉપર વિદેશ જતા અટકાવ્યા છે access_time 9:13 pm IST