Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

ચીનમાં જોવા મળ્યું દુનિયાનું સૌથી મોટું મચ્છર

નવી દિલ્હી:ચીનના સિચુઆન પ્રાંતમાં કીટવૈજ્ઞાનિકોએ એકદમ મોટા આકરાના મચ્છરની શોધ કરી છે. આ મચ્છરની પાંખોનો ફેલાવ 11.15 સેન્ટીમીટર છે. ચીનની સરકારી મીડિયા શિન્હુઆના રિપોર્ટના મતે આ મચ્છર ગયા વર્ષે ઑગસ્ટમાં જોવા મળ્યું હતું.

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે પશ્ચિમ ચીનના કીટ સંગ્રહાલયના ક્યુરેટર ચાઓ લી એ કહ્યું કે આ મચ્છર દુનિયાની સૌથી લાંબી મચ્છર પ્રજાતિ ‘હાલોરૂસિયા મિકાદો’ સાથે છે. સૌથી પહેલાં આ પ્રજાતિ જાપાનમાં જોવા મળી હતી. રિસર્ચ કરનારાનું કહેવું છે કે સામાન્ય રીતે આ પ્રજાતિના મચ્છરોની પાંખોનો ફેલાવો 8 સેન્ટીમીટર સુધી હોય છે પરંતુ આ નવું મચ્છર વાસ્તવમાં ખૂબ મોટી છે.

(6:04 pm IST)