Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

શરીરમાં હિમોગ્લોબીન ઓછુ છે? તો આહાર પર આપો ખાસ ધ્યાન

આજના સમયમાં લોકોની ખાણીપીણી જે રીતની છે, જેને કારણે કેટલાય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાંથી એક છે હિમોગ્લોબીનની ખામી. જો શરીરમાં હિમોગ્લોબીન ઘટી જાય તો કેટલીય સમસ્યાઓ ઉભી થાય છે. પરંતુ, તમે અમુક પોષ્ટિક વસ્તુઓને તમારા રોજીંદા આહારમાં સામેલ કરી હિમોગ્લોબીનનું સ્તર જાળવી શકો છો.

સૌથી પહેલા તમે તમારા આહારમાં એવા ખાદ્ય પદાર્થોને વિશેષ સ્થાન આપો જે આર્યન અને વિટામીનની ખામીને પૂરી કરતા હોય. પાલક, મેથી, બીટ, ટમેટા, રાજમા, સાકર ટેટી, કોબી, શિમલા મરચા, વગેરે શાકભાજીઓનું સેવન કરવાથી ફાયદો થશે.

તમે આહારમાં કેટલાક વિશેષ પ્રકારના ફળને પણ સામેલ કરો. ખાસ કરીને ફળમાં પપૈયુ, સંતરા, પેરૂ, સ્ટ્રોબેરી, દ્રાક્ષ, દાડમ ખાવાથી પણ હીમોગ્લોબીન ખૂબ જ ઝડપથી વધે છે. હિમોગ્લોબીનની ખામી માટે બીટ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં આર્યન, ફોલિક એસિડ, પોટેશિયમ અને ફાઈબર હોય છે. જેનાથી રકતમાં લાલ કોશિકાઓનું નિર્માણ ઝડપથી થાય.

(9:30 am IST)