Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

આ લગ્ન સીઝનમાં તમે પણ મેળવો અલગ દેખાવ

શું તમે પણ તમારા ભાઈ, બહેન કે કાકાના લગ્નમાં બધાથી અલગ હેન્ડસમ લુક ઈચ્છો છો??

પારંપારીક કપડા હોય કે આધુનિક ફેશનેબલ કપડા બાળકો, યુવાન અને વૃધ્ધ લોકોએ પહેરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે કપડા તેના પર સારા લાગે છે કે નહિં? ફેશનના મામલે છોકરાઓ પણ છોકરીઓથી ઓછા નથી ઉતરતા. પુરૂષો પણ બધાથી અલગ દેખાવાના પ્રયાસોમાં લાગ્યા રહે છે. તો લગ્નની આ સીઝનમાં કેવા કપડાની ફેશન છે અને કેવા કપડા પહેરવા જોઈએ ?

૧. જો છોકરાઓ અને બાળકોને પારંપરીક કપડા પસંદ નથી તો તે બજારમાંથી વેસ્ટર્ન ડ્રેસ પણ પસંદ કરી શકે છે. માર્કેટમાં ફોર્મલ અને પ્રિન્ટવાળા કપડા તમારી પર્સનાલીટીને ચાર ચાંદ લગાવી શકે છે.

૨. આજકાલ ફેશનના મામલે છોકરાઓ પણ પીછે હઠ કરતા નથી. બધાથી બલગ દેખાવા માટે તમે શેરવાની, ધોતી-કુર્તા અથવા બ્લેઝર પહેરી શકો છો.

૩. છોકરાઓએ વ્યાવહારીક કપડા જેવા કે, જીન્સની સાથે બંધ ગાળાવાળુ શુટ અને નહેરૂ જેકેટ પણ પહેરી શકાય છે.

૪. લગ્નમાં સંગીત માટે શેરવાની, ધોતી-કુર્તા જેવા કપડા પસંદ ન હોય તો પાર્ટીમાં પહેરાય તેવા કપડા જેમકે ડાર્ક બ્લેક શર્ટ સાથે વ્હાઈટ પેન્ટ અથવા અન્ય પાર્ટીવેર કપડાને તમે પહોરી શકો છો.

૫. વેલ્વેટના કપડાથી બનેલ નહેરૂ જેકેટ ૫ વર્ષથી ૧૮ વર્ષના છોકરા માટે ઉત્તમ છે. તેનાથી સારૂ એવુ વ્યકિતત્વ ઉભરી આવે છે.

૬. લગ્ન પહેલા જ કપડાની પસંદગી કરી લેવી જોઈએ. અગાઉથી જ સંપૂર્ણ તૈયારી કરી લેવી જોઈએ. જેથી તમે પણ બધાનું મન મોહી શકો.

 

(9:29 am IST)