Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કોરોના વાયરસને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખે આપી ચેતવણી

નવી દિલ્હી: કોરોના રોગચાળાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રમુખ ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસસે ચેતવણી ઉચ્ચારી હતી કે આ વાઇરસને જરા પણ હળવાશથી લેવાની ભૂલ નહીં કરતા, કેમ કે એ કોરોના રોગચાળાનો અંત નથી. હજી કોરોના વાઇરસના વધુ સ્વરૂપો આવવાની આશંકા છે, કેમ કે આપણે રોગચાળાના છેલ્લા તબક્કામાં છીએ એ માનવું ભૂલભરેલું છે, એમ તેમણે કહ્યું હતું. જો મહત્ત્વનાં લક્ષ્‍યોને હાંસલ કરી લેવામાં આવે તો રોગચાળાનો ઘાતક તબક્કો આ વર્ષે પૂરો થઈ શકે, તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે તમાકુના ઉપયોગ, જીવાણુવિરોધી સારવારની સામે પ્રતિકારકની લડાઈ, જળવાયુ પરિવર્તનની માનવ સ્વાસ્થ્ય પર પડતી અસર જેવી વૈશ્વિક ચિંતાઓ પર વાત કરી હતી. રોગચાળાના ઘાતક તબક્કાને ખતમ કરવા માટે આપણી સામૂહિક પ્રાથમિકતા હોવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું. WHOની કાર્યકારી બોર્ડની બેઠકના પ્રારંભમાં તેમણે કહ્યું હતું કે રોગચાળો કેવું રૂપ ધારણ કરશે અને કેવા વિકટ તબક્કામાં ખતમ કરવામાં આવશે, એને લઈને અલગ-અલગ પરિદ્રશ્ય છે, પણ ઓમિક્રોન ખતરનાક હશે અને એ વાઇરસનું છેલ્લું સ્વરૂપ હશે અને રોગચાળો ખતમ થવામાં છે- એ માનવું જોખમકારક છે. વૈશ્વિક સ્તરે વાઇરસના વધુ સ્વરૂપ આવવા માટે આદર્શ અવસ્થા હાજર છે.

 

(6:02 pm IST)