Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ચીનમાં ફેલાયેલ ભયાનક વાયરસે દુનિયાના અન્ય દેશોમાં પગ પ્રેસારો કર્યો: યુરોપ સહીત ફ્રાંસમાં 3 પોઝિટિવ કેસ જોવા મળ્યા

નવી દિલ્હી:ચીનમાં ફેલાયેલા ભયાનક કોરોના વાયરસ હવે ધીમે ધીમે દુનિયાના અન્ય દેશોમાં પણ પગપેસારો કરી રહ્યો છે. ભારત, થાઈલેન્ડ, અમેરિકા, તાઈવાન, જાપાન, વિયેતનામ, સિંગાપુર બાદ હવે આ વાયરસે યૂરોપમાં પણ દસ્તક દીધી છે. ફ્રાંસમાં 3 લોકો કોરોના વાયરસથી પીડિત હોવાની જાણ થતા જ ખળભળાટ મચી જવા પામ્યો છે. ચીનમાં આ વાયરસ અત્યાર સુધીમાં 41 લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યો છે.

             ફ્રાંસના સ્વાસ્થ્ય મંત્રી એગ્નેસ બુજિને જણાવ્યું હતું કે, પહેલો કેસ સાઉથ વેસ્ટર્ન સિટીમાં નોંધાયો છે, જ્યારે બીજો કેસ પેરિસમાં. કોરોના વાયરસગ્રસ્ત ત્રીજો વ્યક્તિ એક પીડિતનો જ એક સંબંધી છે. આ ત્રણેય તાજેતરમાં જ ચીનથી પાછા ફર્યા છે અને તેમને હાલ ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

(4:58 pm IST)