Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસ નજીક રોકેટ હુમલો

નવી દિલ્હી: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસ ઉપર રોકેટ હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું છે. સાથે સાથે ઈરાનને ધમકી આપી છે કે જો આ હુમલામાં કોઈપણ અમેરિક્ધસનું મોત થયું હતો અમેરિકી સેના કાર્યવાહી કરશે અને જવાબ આપશે. ટ્રમ્પે અમેરિકી દૂતાવાસ ઉપર ફેંકાયેલા રોકેટની તસ્વીર સોશિયલ સાઈટ ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું કે ઈરાનથી આ રોકેટ આવ્યા છે અને ઈરાનને ધમકી પણ આપી હતી.

        ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં લખ્યું હતું કે રવિવારે બગદાદમાં અમારા દૂતાવાસ ઉપર અનેક રોકેટ ફેંકવામાં આવ્યા હતાં. અંદાજ કરોકે આ રોકેટ ક્યાંથી આવ્યા હતાં. અમે ઈવી ચચર્િ સાંભળી રહ્યાં છીએ છે કે ઈરાકમાં અમેરિકી લોકો ઉપર હૂમલો થઈ શકે છે. ઈરાનને મારી મિત્ર તરીકે સલાહ છે. જો એક પણ અમેરિકી માર્યો ગયો તો તેના માટે હું ઈરાનને પણ જવાબદાર ગણાવીશ અને તેને હું અત્યંત ગંભીરતાથી લઇ રહ્યો છું.

(6:12 pm IST)