Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ઈંગ્લેન્ડમાં નવા પ્રકારના કોરોના વાયરસનું સંક્ર્મણ ઝડપથી ફેલાવા લાગતા વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

નવી દિલ્હી: દુનિયાને માથેથી હજી કોરોનાનું સંકટ ટળ્યુ નથી. ત્યાં હવે બીજા એક વાયરસનો ખતરો હોવાની વાત વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. ઈંગ્લેન્ડમાં નવા પ્રકારના કોરોના વાયરસે દેખા દીધા બાદ તેનું સંક્રમણ પણ ઝડપથી વધી રહ્યું છે. કોરોનાના આ બદલાયેલા સ્વરૂપે દુનિયામાં ચિંતા વધારી છે. આ નવા વાયરસને ફેલાતો અટાકાવવા માટે દુનિયાના તમામ દેશોની મુસાફરી કરવા પર અંકુશ લગાવી દેવામાં આવ્યા છે. 

      દરમિયાન એક વૈજ્ઞાનિકે નજીકના ભવિષ્યમાં અનેક પ્રકારના વાયરસ સામે આવશે તેમ જણાવ્યું છે. 1976માં ઈબોલા બિમારીની શોધ કરનારા વૈજ્ઞાનિક પ્રોફેસર ડૉ જીન-જેક્સ તામ્બ્ફુમે ફોડ પાડતા કહ્યું હતુ કે, આવનાર દિવસોમાં નવો વાયરસ પૃથ્વી પર સામે આવી શકે છે જે કોરોના કરતા પણ વધારે જોખમકારક હશે. ભવિષ્યમાં અનેક પ્રકારના વાયરસનો ભોગ માણસ બની શકે છે. જેમાં કેટલાક તો હાલ હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસ કરતા પણ વધારે નુકસાન કરશે.

(6:11 pm IST)