Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

અમેરિકાના રાજ્ય વર્જીનિયામાં માર્ગ ઉપર એક સાથે ૬૦થી વધુ વાહનોની ટક્કરઃ પ૦થી વધુને ઇજા

વોશિંગટનઃ અમેરિકાના રાજ્ય વર્જીનિયામાં એક માર્ગ પર એક સાથે 60થી વધુ વાહનોની ટક્કર થવાને કારણે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. આ જાણકારી અધિકારીઓએ આપી છે. બીબીસીના રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના રવિવારે વિલિયમ્સબર્ગની પાસે આંતરરાષ્ટ્રીય રાજમાર્ગ 64 પર થઈ છે.

દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસનું કહેવું છે કે ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાને આ દુર્ઘટનામાં યોગદાન આપ્યું છે.

રાહત બચાવ ટુકડીને ઈજાગ્રસ્તો સુધી પહોંચવા માટે અને દુર્ઘટનાગ્રસ્ત વાહનોને વચ્ચે હટાવવા અને ટ્રાફિક વ્યવસ્થા ફરી શરૂ કરવા માટે કલાકો લાગી હતી.

(5:00 pm IST)