Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

એલિફન્ટ સેન્ટા

થાઇલેન્ડ એ હાથીઓનો પ્રદેશ કહેવાય છે. અહીં ક્રિસમસની તૈયારીઓમાં હાથીઓને પણ સામેલ કરી દેવામાં આવ્યા છે. અયુથ્થાયા શહેરમાં એક મહાવત બેબી એલિફન્ટને સેન્ટા બનીને લોકો સામે ખાસ કરતબો બતાવવાની તાલીમ આપી રહ્યો છે. ટ્રેઇનરે સેન્ટા જેવી ટોપી પહેરી છે અને હાથીભાઈને પણ ક્રિસમસના પ્રસંગ મુજબ સજાવવામાં આવ્યા છે. થાઇલેન્ડમાં આમ તો બૌદ્ઘધર્મીઓ વધુ છે, પરંતુ અહીં મોટા મોલ અતે શહેરોમાં ક્રિસમસની ઉજવણી બહુ રંગેચંગે થાય છે.

(3:28 pm IST)