Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

૬ ફુટ લાંબા વાળને કારણે બે દિકરીઓની મા બની હોવા છતાં આ બહેન માટે લગ્નના માંગા આવે છે

મોસ્કો તા.૨૪:  યુક્રેનના ઓડેસા શહેરમાં રહેતાં એલેના કેંચેન્કો નામનાં ૩૪ વર્ષનાં બહેન તેમનાં લાંબા વાળને કારણે પોતાના સોશ્યલ સર્કલ અને સોશ્યલ મીડિયામાં જબરાં ફેમસ છે. પાંચ વર્ષની ઉમરથી તેણે વાળ કાપવાનું બંધ કરી દીધું હતું એને કારણે હાલમાં તેના વાળ લગભગ છ ફૂટ જેટલા લાંબા થઈ ગયા છે. લાંબા વાળને લહેચવીને તે જાતજાતના ફોટોગ્રાફ્સ પાડે છે અને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મૂકતી રહે છે. બહેનનું માનવું છે કે સ્ત્રીની સુંદરતા તેના સુંદર અને લાંબા વાળમાં જ રહેલી છે એટલે તે કદી વાળ કપાવીને ટૂંકા નહીં કરાવે. ઈન્ટાગ્રામ પર તેના હજારો ફોલોઅર્સ બની ગયાં છે અને તેની સુંદરતા પર વારી જઈને લગ્નની પ્રપોઝલ્સ મોકલે છે. અલબત્ત, એ માટે કદાચ તેનાં લાંબા વાળ જ નહીં, ઘાટીલું ફિગર પણ એટલું જ જવાબદાર હશે. કેમ કે તેણે બે જોડિયાં દીકરીઓને જન્મ આપ્યા પછી પણ શરીરને સરસ મેઇન્ટેઇન રાખ્યું છે, લાંબા વાળની સંભાળ પાછળ પણ તેણે ઘણો સમય ફાળવવો પડે છે. રોજ વીકમાં એક વાર તેને વાળ ધોવાના હોય છે અને એ વખતે એક કલાકનો સમય જાય છે. વાળમાં ગુંચ ન પડી જાય એ માટે તે દિવસમાં બે વાર કાંસકો ફેરવીને એને સ્મૂધ રાખે છે. હવે એના વાળ એટલા લાંબા થઈ ગયા છે કે કયારેક બેસીને ઊભા થતી વખતે તેને પોતાના જ વાળ પણ પગ મુકાઈ જાય છે.

(11:03 am IST)