Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ચીનમાં બાલ્કનીમાં કપડાં સૂકવવા ગયેલ મહિલા 19માં માળેથી નીચે પટકાઈ

નવી દિલ્હી: ચીનમાં એક વૃદ્ધ મહિલા 19માં માળેથી પટકાઈ.તે પોતાના ઘરની બાલ્કનીમાંથી ધોયેલા કપડા સુકવવા માટે આવી હતી. આ દરમિયાન તેને પગ લપસી ગયો અને તે 19માં માળેથી નીચે આવી પડી. જોકે, ત્યાં સુધીમાં એક ચમત્કાર થયો, જેનાથી મહિલાનો જીવ બચી ગયો. આવો જાણીએ શું છેહકીકતમાં જોઈએ તો, આ મામલો દક્ષિણી ચીનના જિઆંગસુ પ્રાંતના યંગ્ઝહૌનો છે.

અહીં એક 82 વર્ષિય વૃદ્ધ મહિલા પોતાના એપાર્ટમેન્ટના 19 માળની બાલ્કનીમાંથી કપડા સુકવવા આવી હતી. બરાબર આજ સમયે તેનો પગ લપસી ગયો અને તે નીચે આવી. આ ઘટનાનો એક વીડિયો પણ સો. મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક વૃદ્ધ મહિલા 19મા માળેથી બાલ્કનીમાંથી લપસી ગઈ, અને 18માં માળ બાલ્કનીમાં રાખેલા કપડાને એંગરમાં ફસાઈ ગઈ. તેના સહારે તે હવામાં લટકી રહી. મહિલાનું માથુ, હાથ અને ધડ 17માં માળે લટકી રહ્યુ હતું. જ્યારે તેના પગ 18માં માળે કપડાના રૈકમાં ફસાઈ ગયા હતા. જેવુ લોકોએ આ ઘટના જોઈ કે, તેમના તો હોંશ ઉડી ગયા. તો તાત્કાલિક પોલીસ અને રેસ્ક્યુ ટીમને બોલાવી. બચાવ ટીમની એક ટોળકીએ 18માં માળે ગઈ જ્યારે બીજી ટીમ 17માં માળે ગઈ. તેમણે મહિલાના શરીરને ચારેતરફથી દોરડાવડે બાંધી દીધી. બાદમાં ધીમે ધીમે બાલકનીમાં ખેંચી લીધી.

 

(6:45 pm IST)