Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

યુરોપમાં આગામી માર્ચ સુધીમાં કોરોનાના થઇ શકે છે સાત લાખ કેસ:વિશ્વ આરોગ્યસંસ્થાનીયુરોપ ઓફિસે કરી આગાહી

નવી દિલ્હી: 53 દેશો ધરાવતાં યુરોપમાં આગામી માર્ચ મહિના સુધીમાં કોરોનાનો કુલ મરણાંક સાત લાખે પહોંચી શકે છે તેવી આગાહી વિશ્વ આરોગ્ય સંસ્થાની યુરોપ ઓફિસે કરી છે. ડેનમાર્કના કોપનહેગન શહેર સ્થિત વિશ્વ આરોગ્ય સંસ્થા યુરોપના ડાયરેકટર ડો. કલુજે જણાવ્યું હતું કે ચેપ સામે રસીનું રક્ષણ ઘટી રહ્યું છે અને 60 વર્ષ કરતાં વધારે વયના લોકોને બૂસ્ટર ડોઝ અગ્રતાના ધોરણે આપવાનું શરૂ કરવું જોઇએ.

આજે યુરોપ અને મધ્ય એશિયામાં કોરોનાની હાલત ગંભીર છે. આપણી સામે પડકારજનક શિયાળો આવી રહ્યો છે પણ આપણે આશા ન ગુમાવવી જોઇએ. ગયા સપ્તાહે કોરોના મહામારીમાં દૈનિક મરણાંક 4200 સુધી પહોંચી ગયો હતો. જે સપ્ટેમ્બરના અંતે નોંધાયેલા મરણાંક કરતાં બમણો હતો. યુરોપમાં કોરોનાનો કુલ મરણાંક પંદર લાખે પહોંચી ગયો છે જે માર્ચ મહિનામાં વધીને વીસ લાખે પહોંચી શકે છે.

યુરોપમાં કોરોના મહામારી વકરવાના ત્રણ પરિબળો છે. એક, ભારે ચેપી ડેલ્ટા વેરિઅન્ટ બે, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવાના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા અને ત્રણ યુરોપમાં મોટી સંખ્યામાં લોકોએ હજી રસી લીધી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે 53માંથી 49 દેશોમાં આઇસીયુમાં જગ્યા મળવી મુશ્કેલ બનશે તો 25 દેશોમાં હોસ્પિટલોમાં પણ બેડની તંગી સર્જાશે.  

(6:45 pm IST)