Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ઓએમજી....ચીન સામે આવ્યું અજીબો ગરીબ સંકટ:લગ્ન કરવા ન માંગતા યુવાનોની સંખ્યામાં થી રહ્યો છે વધારો

નવી દિલ્હી: દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ બનવા માટે પ્રયત્ન કરી રહેલુ ચીન એક અજીબો ગરીબ આંતરિક સંકટનો સામનો કરી રહ્યુ છે. દુનિયાના સૌથી વધુ વસતી ધરાવતા દેશમાં હવે લગ્ન નહીં કરવા માંગતા યુવાઓની સંખ્યા ઘટી રહી છે અને તેના કારણે 17 વર્ષમાં સૌથી ઓછા લગ્નોનુ રજિસ્ટ્રેશન થયુ છે. સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે ચીનમાં 2021ના પહેલા ત્રણ મહિનામાં 58 લાખ યુગલોએ લગ્ન કર્યા હતા.વર્ષ દરમિયાન આ આંકડામાં હજી પણ ઘટાડો થાય તેવી શક્યતા વધારે છે. લગ્નમાં થઈ રહેલા ઘટાડા અંગે ચીનના સ્ટેટેસ્ટિક નિષ્ણાત હે યાફુનુ કહેવુ છે કે, ચીનમાં 80ના દાયકા બાદ સતત વસતીમાં ઘટાડો થઈ રહ્યો છે અને ઓછા લગ્નો પાછળ તે પણ એક કારણ છે.ઉલ્લેખનીય છે કે, ચીને 2016થી હવે બે બાળકોને પેદા કરવા માટે પણ મંજૂરી આપી છે.

(6:32 pm IST)