Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ચીનના કારણોસર પાકિસ્તાનના માછીમારીની રોજીરોટી છીનવાઈ રહી હોવાની માહિતી

નવી દિલ્હી: પાકિસ્તાનના બલુચિસ્તાન સ્થિત તટીય શહેર ગ્વાદરમાં હજારો દેખાવકારોએ સોમવારે છઠ્ઠા દિવસે પણ મુખ્ય વ્યવસાયિક માર્ગો બ્લોક કરી રાખ્યા છે. તેના વિરોધમાં સામેલ મોટા ભાગના સ્થાનિક માછીમારો છે, જે અહીં ચીનની દખલગીરીના શિકાર છે. તેમનું કહેવું છે કે ચીનનાં મોટાં મોટાં જહાજો અહીંથી મોટા ભાગની માછલીઓ કાઢી લે છે. તેના કારણે અમારી રોજીરોટી છીનવાઈ ગઈ છે. ગ્વાદરમાં ચીનના પ્રોજેક્ટના કારણે અનેક ચેકપોસ્ટ બનાવાઈ છે. અહીં સ્થાનિકોને રોકીને ઓળખપત્ર મંગાય છે. આ દેખાવોનું નેતૃત્વ કરી રહેલા જમાત-એ-ઈસ્લામીના મહાસચિવ મૌલાના હિદાયત ઉર રહેમાન બલોચે ભાસ્કરને કહ્યું કે આ આંદોલન સત્તાના અન્યાય વિરુદ્ધ છે. અમે સરકારના જવાબની ઘણો સમય રાહ જોઈ, પરંતુ અમારી કોઈ વાત ના સાંભળી. માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે નહીં હટીએ. ચેકપોસ્ટના કારણે સ્થાનિકોને પોતાની જમીન પર આવવા-જવામાં મુશ્કેલી પડી રહી છે. તપાસના નામે અમારી મહિલાઓ સાથે થતું અપમાન અમે સહન નહીં કરીએ.

(6:32 pm IST)